Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

10 હજાર સિક્કા સાથે આ ઉમેદવારે ગાંધીનગર ઉત્તર બેઠક પર અપક્ષ ઉમેદવારી નોંધાવી

ગાંધીનગર(Gandhinagar)ઉત્તર બેઠક જ્યાં મહેન્દ્રભાઈ પટણીએ( Mahendrabhai Patni)અપક્ષ ઉમેદવારી (Independent candidacy)નોંધાવી છે.  ઉમેદવારી પત્ર ભરતા સમયે એક-એક રૂપિયા સિક્કાથી દસ હજારની ડિપોઝીટ ભરી હતી. એક એક રુપિયા ઉમેદવારે ગરીબ જનતા પાસેથી ઉઘરાવ્યા હતા.  લારી-ગલ્લા, પાથરણાં બજારમાં અને વેપારીઓ પાસેથી પૈસા ઉઘરાવી દસ હજાર રુપિયા ભેગા કર્યા હતા.  10 હજાર રુપિયાની સિક્કા સાથે આવતા અધિકારીઓ સ્તબ્ધ થયા હતા. ગાંધીનગર ઉàª
10 હજાર સિક્કા સાથે આ ઉમેદવારે ગાંધીનગર ઉત્તર બેઠક પર અપક્ષ ઉમેદવારી નોંધાવી
Advertisement
ગાંધીનગર(Gandhinagar)ઉત્તર બેઠક જ્યાં મહેન્દ્રભાઈ પટણીએ( Mahendrabhai Patni)અપક્ષ ઉમેદવારી (Independent candidacy)નોંધાવી છે.  ઉમેદવારી પત્ર ભરતા સમયે એક-એક રૂપિયા સિક્કાથી દસ હજારની ડિપોઝીટ ભરી હતી. એક એક રુપિયા ઉમેદવારે ગરીબ જનતા પાસેથી ઉઘરાવ્યા હતા.  લારી-ગલ્લા, પાથરણાં બજારમાં અને વેપારીઓ પાસેથી પૈસા ઉઘરાવી દસ હજાર રુપિયા ભેગા કર્યા હતા.  10 હજાર રુપિયાની સિક્કા સાથે આવતા અધિકારીઓ સ્તબ્ધ થયા હતા. 
ગાંધીનગર ઉત્તર બેઠક પરથી અપક્ષ ઉમેદવારી નોંધાવવા માટે મહેન્દ્ર પટણી એક-એક રૂપિયાના સિક્કા લઈને ઉમેદવારી નોંધાવવા માટે પહોચ્યા હતા. તેમણે ગુજરાત ફર્સ્ટના સંવાદદાતા સાથેની વાતચીતમાં જણાવ્યું કે તેઓ 10 હજાર સિક્કા લઈને ઉમેદવારી નોંધાવવા પહોંચ્યા છે. વિવિધ પાનના ગલ્લા, લારીઓવાળા લોકોએ મને એક-એક રૂપિયા આપીને ખાતરી આપી છે કે અમે તમને જ મત આપીશું તમે ઉભા રહેજો. આ મને ડિપોઝિટ આપવામાં આવી છે મારા મતદાતાઓ દ્વારા આપવામાં આવી છે. 
વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠક પર યોગેશ પટેલને ફરી ટિકિટ આપવામાં આવી
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ બીજા તબક્કાના મતદાન માટે આજે ઉમેદવારી નોંધાવવાનો છેલ્લો દિવસ છે. આવતીકાલથી પ્રચંડ પ્રચાર શરૂ થશે. આજે ભાજપ દ્વારા 182મી ટિકિટ જાહેર કરવામાં આવી છે. વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠક પર યોગેશ પટેલને ફરી ટિકિટ આપવામાં આવી છે.  યોગેશ પટેલ સતત આઠમી વાર વિધાનસભાની ચૂંટણી લડશે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.

×